દેડિયાપાડાઃ તાલુકાના વાંદરી ગામને આદર્શ ગામ હેઠળ સાંસદ અને સોનિયા ગાંધીના રાજકીય સલાહકાર અહેમદ પટેલે બે વર્ષ પહેલાં દત્તક લીધું હતું. વાંદરીમાં આઝાદીના ૬૯ વર્ષ બાદ પણ રસ્તા, પાણી અને વીજળી જેવી પ્રાથમિક સુવિધાઓનો અભાવ હતો. ગામને અહેમદભાઈ પટેલે દત્તક લીધાનાં બે વર્ષમાં રસ્તા, પીવાના પાણી, સિંચાઇની સુવિધાઓ ઉપલબ્ધ થતાં ગામ સાચા અર્થમાં આદર્શ બની ગયું છે. ગ્રામજનોને પહેલી વખત મળેલી પ્રાથમિક સુવિધાઓથી તેઓને સંતોષ છે. ૨૦૧૪માં સાંસદ અહેમદ પટેલનાં પ્રયાસોથી વાંદરી ગામમાં સોલર લાઈટની કામગીરી શરૂ કરાઇ હતી.