વડોદરા: કમ્પ્યૂટરની લે-વેચ કરતા વેપારી કલ્પેશ ચંદુભાઈ પરમાર ૧ માર્ચ, રવિવારના રોજ પત્ની તૃપ્તિ, માતા ઉષાબહેન, પુત્ર અથર્વ (ઉ. વ ૯) અને પુત્રી નિયતિ (ઉ. વ ૭)ને લઈને કેવડિયા સ્ટેચ્યૂ ઓફ યુનિટી ફરવા ગયા હતા. વડોદરાના નવાપરામાં રહેતો આ પરિવાર ઘરે પરત ન ફરતાં પરિજનોએ કેવડિયા પોલીસમાં તેમના ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી.
દરમિયાન લાપતા થયેલા પરિવારની કાર પાંચમી માર્ચે ડભોઈના શંકરપુરા ગામ નજીકથી પસાર થતી નર્મદાની પેટા કેનાલમાંથી મળી આવી હતી. ગાડી કેનાલ પાસેના કાચા રોડ પર રોંગ સાઇડ પરથી કેનાલમાં ગયાની શંકા સેવાઈ છે.
ફાયરબ્રિગેડે કારને બહાર કાઢતાં તેમાંથી ૪ મૃતદેહો મળી આવ્યાં હતાં. એ પછી બાકી મહિલાનો મૃતદેહ પણ શોધખોળમાં મળી આવ્યો હતો.