સુરતઃ વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીની સૌથી નાની પ્રતિકૃતિ સમાન પ્રતિમા સુરતમાં બની છે. ૩ડી ટેકનિકથી બનેલી આ ૧૩ એમએમની પ્રતિમાને વર્લ્ડ રેકોર્ડ ઓફ ઇન્ડિયામાં સ્થાન અપાયું છે. આ પ્રતિકૃતિને ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં મોકલવાની તૈયારી થઈ રહી છે.
સુરતની થ્રીડી એનિમેશન બનાવતી કંપનીને સ્ટેચ્યુ ઓફ યુનિટીની સ્થાપના કરવામાં આવી ત્યારે વિચાર આવ્યો હતો કે સુરતમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીની સૌથી નાની પ્રતિમા બનાવવી છે. ત્યાર બાદ ૩ડી ટેક્નિકની કામ કરવાનું ચાલુ કર્યું હતું. રેસિન મટીરિયલની ૧૩ એમએમની વિશ્વની સૌથી નાની સ્ટેચ્યુ ઓફ યુનિટી બનાવવામાં આવી છે. જેનું વજન એક ગ્રામ જેટલું પણ નથી. આ નાની પ્રતિમા માત્ર ૩૦ મિનિટમાં તૈયાર કરાઈ છે.
અલ્ટ્રાવાયલેટ લેસરની મદદથી એની ઉપર ઝીણવટપૂર્વક ધ્યાન મુકવામાં આવ્યું હતું. થ્રીડી કલ્ચર માટે લેયર બાય લેયર આ પ્રતિમા તૈયાર કરવામાં આવી હતી જેથી સ્ટેચ્યુ ઓફ યુનિટીના આબેહૂબ નકલ બની શકે. આ પ્રતિમા એટલી નાની છે કે સામાન્ય આંખોથી જોવામાં પણ મુશ્કેલી થાય છે. જો કે ૩ડી ઇફેક્ટ હોવાના કારણે આબેહુબ સ્ટેચ્યુ ઓફ યુનિટી જેવી લાગે છે.