ગાંધીનગરઃ ગુજરાતમાં હાલ ચારે બાજુ ભારે વરસાદ વરસી રહ્યો છે ત્યારે ગુજરાત માટે એક માઠા સમાચાર સૂત્રો પાસેથી મળી રહ્યા છે. ગુજરાતમાં ૧૫ ઓગસ્ટ સુધીમાં મોટો આતંકી હુમલો થવાની સંભાવનાના ઈનપુટ આઈબીને મળ્યા છે. સુરક્ષા એજન્સીઓએ આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદના ઘણા આતંકીઓ ગુજરાતમાં હોવાના ઇનપુટ મળી રહ્યા છે.
આ ઘટના વિશે જણાવ્યું કે આતંકી ગુજરાતમાં વર્ષ ૨૦૦૮ જેવા હુમલાને દોહરાવી શકે છે. સુરક્ષા એજન્સીઓના ઇનપુટ મળતાં જ ગુજરાત પોલીસ સતર્ક થઈ ગઈ છે.૧૨ ફેબ્રુઆરીના અહેવાલ પ્રમાણે ગુજરાતમાં નર્મદા નદીના કિનારે બનેલા સ્ટેચ્યુ ઓફ યુનિટીને લઈને ઇન્ટેલિજેન્સ બ્યુરો (આઇબી)એ અલર્ટ જાહેર કર્યું હતું. આઇબીનું અલર્ટ જાહેર કરીને જણાવ્યું હતું કે આતંકવાદી સ્ટેચ્યુ ઓફ યુનિટીને ઉડાવી શકે છે. આ ઘટનાને અંજામ આપવા માટે આંતકીઓ ઘણા બોમ્બ-વિસ્ફોટ કરી શકે છે. આઇબી અલર્ટ પર ગુજરાત સરકારે સ્ટેચ્યુ ઓફ યુનિટીની સુરક્ષા વધારી દીધી છે. આ વિસ્તારમાં પોલીસ પેટ્રોલિંગ પણ વધારી દેવામાં આવ્યું છે.