સ્પાઇસ જેટ સુરતથી ગોવા અને હૈદરાબાદની ફ્લાઇટ શરૂ કરશે

Friday 30th April 2021 05:27 EDT
 

સુરત: સ્પાઇસ જેટ તા.૧મેથી સુરત એરપોર્ટથી ગોવા અને હૈદરાબાદની સીધી ફલાઇટ શરૂ કરી રહી છે. સુરત એરપોર્ટના સ્પાઇસ જેટ એરલાઇન્સના અધિકારીએ જણાવ્યું કે, અમે તા.૧મેથી ૩૧ ઓક્ટોમ્બર દરમિયાન સુરત-ગોવા-સુરતની અને  હૈદરાબાદ-સુરત-હૈદરાબાદની ફ્લાઇટ ઓપરેટ કરનાર છીએ. જોકે,  બંને ફલાઇટ ડેઇલી અને ડાયરેક્ટ છે. બંને ફલાઇટનું બુકિંગ શરૂ કરી દેવાયું છે. વેકેશનમાં સુરતથી ગોવાની ફ્લાઇટ હાઉસફૂલ થઇ ઉપડતી હોય છે. પરંતુ આ વર્ષે કોરોનાની અસર જોવા મળશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter