પાદરાઃ બ્રહ્મલીન પ્રમુખસ્વામી મહારાજના જન્મસ્થાન ચાણસદમાં ગુજરાત સરકાર દ્વારા પ્રસાદીક તળાવના બ્યુટિફિકેશનનું મુખ્ય પ્રધાન વિજય રૂપાણીના હસ્તે પાચંમીએ ખાતમુહૂર્ત કરાયું હતું. તળાવના બ્યુટીફિકેશન માટે સરકારે કરેલા નિર્ધારના અનુસંધાને ચાણસદ ગામે સરકારની ગ્રાન્ટમાંથી રૂ. ૧૦ કરોડનો ખર્ચ કરાશે. તે માટેનો ખાતમુહૂર્ત પ્રસંગ ચાણસદમાં પાંચમી સપ્ટેમ્બરે યોજાયો હતો. આ કાર્યક્રમમાં વિજય રૂપાણીના હસ્તે પ્રમુખસ્વામી જ્યાં સ્નાન કરતા હતા તે તળાવના બ્યુટિફિકેશનનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મુખ્ય પ્રધાને જણાવ્યું કે ગુજરાત પવિત્ર યાત્રાધામો અને પ્રવાસનના વિકાસમાં દેશમાં દીવાદાંડી બનશે.
પવિત્ર યાત્રાધામ વિકાસ આયોજનમાં ચાણસદ અને વડતાલનો સમાવેશ થાય છે. ચાણસદને વિશ્વના નકશામાં મૂકવા રાજ્ય સરકાર સંકલ્પબદ્ધ છે.