સુરત: સુરત જિલ્લાના માંગરોળમાં પ્રતિબંધિત ડ્રગ્સ બનાવીને આફ્રિકન દેશમાં મોકલાતી ટ્રમડોલના બે કન્ટેનર ડીઆરઆઇએ હજીરાના અદાણી પોર્ટ પરથી સીઝ કરીને રૂ. ૧.૨૦ કરોડની કિંમત ધરાવતી ૧૫ લાખ ટેબલેટ જપ્ત કરી છે જ્યારે પ્રતિબંધિત ડ્રગ્સ મોકલવાના રેકેટમાં સંડોવાયેલા ત્રણની ડીઆરઆઇએ ધરપકડ કરી છે. હજીરાના અદાણી પોર્ટ પરથી પ્રતિબંધ ફરમાવવામાં આવેલો ડ્રગ્સનો જથ્થો આફ્રિકાના ગુનામાં મોકલવામાં આવતો હોવાની બાતમી ડીઆરઆઇને મળી હતી. તે બાતમીના આધારે ડીઆરઆઇની ટીમે અદાણી પોર્ટ પર દવાનો જથ્થો હોય તેવા કન્ટેનરની તપાસ કરી હતી. તેમાં બે કન્ટેનરમાં ટ્રમડોલ નામની ૧૫ લાખ ટેબલેટ મળી આવી હતી. આ તમામ જથ્થાને ડીઆરઆઇને સીઝ કરીને ત્રણની ધરપકડ કરી છે. તેમાં હર્ષલ દેસાઇ, મેહુલ દેસાઇ અને કેમિસ્ટ સામેશ્વર તાંબલેની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.