સુરતઃ શહેર નજીકના ઓલપાડ વિસ્તારમાં તાજેતરમાં અનોખી રીતે લગ્ન થયાં હતાં. કોરોના વાઈરસના માહોલમાં લોકડાઉન વચ્ચે સુરતનો વર અને કામરેજની કન્યાએ તાજેતરમાં સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવીને પ્રભુતામાં પગલાં પાડ્યાં હતા. સુરતના ગોપીપુરામાં રહેતા ચિંતન સુનિલભાઇ ત્રિવેદી અને કામરેજ ગામ ખાતે રહેતી શ્વેતા અમરિશભાઇ જોષીએ લગ્ન માટે જિલ્લા કલેક્ટરની પરમિશન માગી હતી. લોકડાઉન અને સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમો મુજબ ગ્લોવ્ઝ, માસ્ક અને ખૂબ જ ઓછા લોકોની હાજરીમાં સાદગીથી લગ્નવિધિ સંપન્ન કરાઇ હતી.