અમદાવાદઃ પોતાના ફાર્મહાઉસમાં પોતાને ગોળી મારીને આપઘાત કરનારા હિતેશ દેસાઈને સ્પોટ્સ કાર્સ અને સુપર બાઇક્સની સાથે કુખ્યાત અને પ્રખ્યાત લોકો સાથે સંબંધ બાંધવાનો શોખ પણ હતો. સ્ટાર સલમાન ખાન સહિત બોલિવૂડ સ્ટાર્સ સિવાય હિતેશના ઉત્તર પ્રદેશના ડોન રઘુરાજ પ્રતાપસિંઘ ઉર્ફે રાજાભૈયા સાથે નિકટના સંબંધ હતા. રાજા અને હિતેશનો સંબંધ પ્રાણીપ્રેમને લીધે વધુ ગાઢ બન્યો હતો. એમાંય બંને ઘોડેસવારીના શોખીન હોવાથી વધુ સંપર્કમાં રહેતા હતા.