પાલેજઃ ભરૂચ તાલુકાના હિંગલોટ ગામના અને ઝાંબિયાના લુસાકામાં સ્થાયી થયેલા ૨૨ વર્ષીય યુવાન ઇનામુલ રશીદ સેક્રેટરીનું સ્વિમિંગપુલમાં ડૂબી જવાને કારણે મોત થયું છે. ચાર મિત્રો સ્વિમિંગપુલમાં નહાવા ગયા હતા જયાં ઇનામુલનો પગ લપસી જતાં તે ઊંડા પાણીમાં ગરકાવ થઇ ગયો હતો. ઇનામુલ રશીદ સેક્રેટરી છેલ્લા ૨ વર્ષથી ઝાંબિયા દેશના લુસાકા ટાઉનમાં રોજી રોટી કમાવા માટે ગયો હતો. તે લુસાકા ટાઉનમાં આવેલી એક શોપમાં જોબ કરતો હતો.