સુરત: કોરોના વાઈરસના કારણે હોંગકોંગ અને ચીનમાં લોક-ડાઉનની સ્થિતિ જાન્યુઆરી માસથી શરૂ થઈ ગઈ છે. આ અંગે જીજેઈપીસીના રિજનલ ચેરમેન દિનેશ નાવડિયા સાથે થયેલી વાતચીતમાં જાણવા મળ્યું છે કે, વર્લ્ડના બે મોટા માર્કેટ હોંગકોંગ-ચીન પાસેથી સુરતને ૪૧ ટકા જ્યારે યુએસએ પાસેથી ૩૯ ટકાનો વેપાર મળે છે. આ શો રદ્દ થવાના કારણે સુરતને મોટી અસર થશે તેવી ચિંતા સમગ્ર હીરા ઉદ્યોગમાં છે. જેના કારણે માર્ચ માસની મધ્યમમાં હોંગકોંગમાં થનારો જેમ એન્ડ જ્વેલરી શો રદ્દ થતાં સુરતના હીરા ઉદ્યોગકારોને મોટું નુક્સાન થયું છે. તે પછી ઘણાં નાના-મોટા જેમ એન્ડ જ્વેલરી શો પણ પોસ્ટપોન કરી દેવાયા છે. ૧૯મી માર્ચે લાસ વેગસમાં થનારો જેસીકે શોને પણ રદ્દ કરી દેવાયો છે. જેના કારણે રૂ. ૯૫૦૦ કરોડથી વધુના વેપારને અસરની ચિંતા સુરત-મુંબઈના હીરા ઉદ્યોગમાં સેવાઈ રહી છે.
આ વર્ષે માર્ચમાં થનારો શો પણ રદ્દ થઈ ચૂક્યો છે, ત્યારે સુરતને હોંગકોંગ અને ચીન પાસેથી વાર્ષિક ૪૧ ટકા લેખે રૂ.૫૦,૦૦૦ કરોડથી વધુનો વેપાર મળે છે. આ શો રદ્દ થવાની સાથે હોંગકોંગ-ચીનમાં લોક-ડાઉનની સ્થિતિના કારણે અત્યાર સુધી રૂ.૯,૦૦૦ કરોડથી વધુના સુરતને મળનારા વેપારને અસર થઈ ચૂકી છે.