હોંગકોંગમાં એરપોર્ટ બંધ કરાતા સુરત-મુંબઈના હીરાના પાર્સલની ડિલિવરી અટકી

Wednesday 21st August 2019 09:29 EDT
 

સુરતઃ હોંગકોંગમાં સ્થાનિક મુદ્દે ચાલી રહેલા વિરોધ પ્રદર્શનની અસર સુરતના હીરા ઉદ્યોગ પર જોવા મળી છે. સ્થાનિક રહેવાસીઓ દ્વારા થઇ રહેલા વિરોધને પગલે હોંગકોંગ એરપોર્ટ બંધ કરી દેવામાં આવતા સુરત-મુંબઇથી જતા હીરા-ઝવેરાતના પાર્સલની ડિલિવરી અટકી જવા પામી છે અને મુંબઇ એરપોર્ટ પર માલ રિઝર્વ કરી દેવામાં આવ્યો છે.
મંદીમાં સપડાયેલા હીરા ઉદ્યોગ એક પછી એક સમસ્યાઓનો સામનો કરી રહ્યો છે. અત્યાર સુધી ક્રેડિટ રિફંડથી લઈને કન્સાઈન્ટમેન્ટ પર લાગતી ડયુટીને લઈને હીરા ઉદ્યોગકારો દ્વારા ચિંતા વ્યકત કરવામાં આવી રહી હતી. આ સમસ્યાનો સંપૂર્ણ ઉકેલ આવ્યો નથી ત્યાં હવે હોંગકોંગ જતા હીરા-ઝવેરાતના પાર્સલની ડિલીવરી અટકી ગઇ છે.
સરકાર વિરોધી નીતિ સામે હોંગકોંગના સ્થાનિક રહેવાસીઓ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. જેથી હોંગકોંગ એરપોર્ટ અચોક્કસ સમય માટે બંધ કરી દેવામાં આવ્યું છે. જેથી સુરત અને મુંબઈથી હોંગકોંગ જતો હીરાનો મોટો જથ્થાની ડિલિવરી અટકી ગઇ છે. ઉલ્લેખનીય છે કે, હોંગકોંગ સાથે વાષક ૫ બિલિયન ડોલરનો વ્યાપાર સુરતથી થાય છે અને સુરતથી પાતળી સાઇઝના હીરા હોંગકોંગ જાય છે. જેથી હોંગકોંગમાં હીરા-ઝવેરાતના પાર્સલની ડિલિવરી અટકી જતા હીરા ઉદ્યોગકારો મૂઝવણમાં મુકાયા છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter