સુરત: બનાસકાંઠાના ધાનેરા અને ધંધાર્થે હોંગકોંગમાં સ્થાયી થયેલા હીરાના વેપારીની દીકરી સહિત પત્ની અને સાસુ ૨૨મી મેના રોજ સુરતમાં દીક્ષા ગ્રહણ કરી સંયમનો માર્ગ અપનાવશે તેવી જાહેરાત તાજેતરમાં કરાઈ છે. હોંગકોંગ સ્થિત કે. પી. સંઘવીની ઓફિસનું સંચાલન કરતાં ભરતભાઇ ગિરધરલાલ મહેતા (શાહ)ની દીકરી પરીશીએ હોંગકોંગમાં સાયકોલોજી વિષય સાથે ડિગ્રી મેળવી છે. પરીશી ત્રણ વર્ષ અગાઉ ભારત આવી ત્યારે નાની ઇન્દુબહેન શાહ સાથે દેરાસર જતી હતી.
ત્યાં જ પરીશીને સાધવીઓ સાથે સમય પસાર કરવાની ઇચ્છા થતાં તે જૈન સાધવીઓ સાથે જ રહેતી હતી.
હેતલબહેને પણ દીકરી પરીશી અને પુત્ર જૈનમના લગ્ન બાદ દીક્ષા લેવાનું નક્કી કર્યું હતું, પરંતુ તે અગાઉ પરીશીએ જ દીક્ષાનો નિર્ણય કરતાં પરીશી સાથે હેતલબહેન અને ઇન્દુબહેન શાહે પણ દીક્ષા લેવાનું નક્કી કર્યું છે. વૈશાખ સુદ-૧૦ના રોજ સુરતમાં આચાર્ય ભગવંત તપોરત્નસૂરિશ્વરજી મહારાજાની નિશ્રામાં ત્રણેય દીક્ષા અંગીકાર કરશે.