૧ ઓક્ટો.થી એરબસ શરૂ નહીં થાય તો સુરતમાં ધરણાંની ચીમકી

Wednesday 16th September 2015 09:20 EDT
 
 

સુરતઃ સુરત-નવી દિલ્હી વચ્ચે એરબસ કક્ષાના મોટા વિમાનની સેવા માટે રૂ. ત્રણ કરોડની માતબર બેંક ગેરંટી એર ઈન્ડિયાને આપવા છતાં એર ઈન્ડિયાએ ૧ ઓક્ટોબરોથી શરૂ થનારી નવી ફ્લાઈટ માટે ટિકિટનું બૂકિંગ શરૂ કર્યું નથી. આમ, સુરતને વધુ એર કનેક્ટિવિટી માટે સોશ્યલ મીડિયામાં ઝુંબેશ ચલાવી રહેલા લોકોમાં ચિંતા વ્યાપી છે.

આ ઉપરાંત ટૂંક સમયમાં સુરતથી નવી ડોમેસ્ટિક ફ્લાઈટ શરૂ કરનાર જેટ એરવેઝ, એર એશિયા અને ઈન્ડિગો એરલાઈન્સે એડવાન્સ બુકિંગ ગત સપ્તાહથી શરૂ કર્યું છે. જ્યારે એર ઈન્ડિયાની એરબસ ૩૧૯ નવી દિલ્હી-સુરતની ફ્લાઈટને ગણતરીનું પખવાડિયું રહ્યું હોવા છતાં આ સરકારી એરલાઇન્સ કંપનીએ ઓનલાઈન બુકિંગ હજી સુધી શરૂ કર્યું નથી. આ દરમિયાન સુરત એરપોર્ટ એક્શન કમિટીના કન્વીનર સંજય ઇઝહાવાએ એવી જાહેરાત કરી છે કે, જો ૧ ઓક્ટોબરથી દિલ્હી-સુરતની નવી ફ્લાઈટ નહીં આવે તો ૩ ઓક્ટોબરે કમિટીના સભ્યો સુરત એરપોર્ટ ખાતે ધરણાંનો કાર્યક્રમ યોજીને એર કનેક્ટીવિટીના મુદ્દે શહેરને થતા અન્યાય સામે વિરોધ નોંધાવશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter