૧૩ વર્ષના સુરતી ક્રિકેટર નરેન્દ્રસિંહનું શ્રીલંકામાં સ્વિમિંગ પુલમાં ડૂબી જતાં મૃત્યુ

Friday 08th September 2017 07:54 EDT
 
 

સુરતઃ 'હું જીતને આઈસ, બડો ખેલાડી બનીશ ઓર અપણે સબ રા નામ રોશન કરીશ' નરેન્દ્રએ પિતાને આ કહ્યું હતું. સુરતનો ૧૩ વર્ષનો ક્રિકેટર નરેન્દ્રસિંહ શ્રીલંકામાં ટુર્નામેન્ટ રમવા ગયો હતો. જો કે, નરેન્દ્રએ મેચ જીતી ભારતનું નામ તો રોશન કર્યું છે, પરંતુ કમનશીબે તે જિંદગીની મેચથી હારી ગયો હતો.

મૂળ રાજસ્થાનના જેસલમેરના રતન મહારાજા કા તાલા ગામનો ૧૩ વર્ષીય નરેન્દ્રસિંહ સૌડા સુરતમાં તેના પરિવાર સાથે રહેતો હતો. નરેન્દ્રસિંહના પિતા માનસિંગ ટેક્સટાઇલ માર્કેટમાં કાપડના વેપારી છે. પુણા પર્વત પાટીયા પર આવેલી આર.એમ.જી. ઇગ્લિંશ મીડિયમ સ્કૂલમાં ધોરણ સાતમાં અભ્યાસ કરતો નરેન્દ્રસિંહ ક્રિકેટમાં ફાસ્ટ બોલર હતો. શ્રીલંકા સામેની અંડર-૧૭ ક્રિકેટ ટુર્નામેન્ટમાં તેનું સિલેક્શન થયું હતું. ૩જી સપ્ટેમ્બર, શ્રીલંકા હતા. મેચમાં ભારતીય ક્રિકેટરોએ શ્રીલંકાને હારાવી દીધી હતી. જેના બાદ સાંજે સ્વિમિંગ પૂલમાં નહાતી વખતે ડૂબી જવાથી મોત થઈ ગયું હતું.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter