વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની સિન્ડિકેટમાં એક મહિલા અધ્યાપકની ‘દબંગાઈ’નો મુદ્દો ભારે ચર્ચાસ્પદ બન્યો હતો. યુનિવર્સિટીના રજિસ્ટ્રાર સહિત અનેક ઊઠાં ભણાવીને ૧૩૦૦ જેટલી રજા પાડનાર બાયોસાયન્સ ડિપાર્ટમેન્ટના મહિલા અધ્યાપિકા કૈલાસ પટેલને આખરે સસ્પેન્ડ કરી ડિપાર્ટમેન્ટ ઈન્કવાયરી હાથ ધરવાનો નિર્ણય લેવાયો છે.
• અજાણી યુવતીનો મિસ્ડ કોલ રૂ. પાંચ લાખમાં પડ્યોઃ અજાણી યુવતીના નંબર ઉપરથી આવેલા મિસ્ડ કોલ બાદ શરૂ થયેલા મેસેજિસનો સિલસિલો આરાધના કેટરર્સના સંચાલક સુનીલ પટેલને ભારે પડ્યો હતો. સુનીલને છઠ્ઠી ફેબ્રુઆરીએ ફોનકોલથી ધોળકિયા ગાર્ડનની પાછળ બોલાવવામાં આવ્યો હતો. સુનીલ ત્યાં પહોંચતાં તેને સીધો જ મોટર સાયકલની વચ્ચે બેસાડીને તેનું અપહરણ કરાયું હતું. અને રૂ. પાંચ લાખની ખંડણી વસૂલ્યા બાદ સવા અગિયાર કલાકને અંતે તેને છોડી મૂક્યો હતો. અપહરણકારોએ સુનીલના હાથ પણ ભાંગી નાંખ્યા હતા. છૂટ્યા બાદ સુનીલે આ ઘટનાની ફરિયાદ પોલીસમાં નોંધાવી છે.
• સુરતને આંતરરાષ્ટ્રીય એર પોર્ટ તરીકે વિક્સાવવા ઝુંબેશઃ ટેક્ષ્ટાઈલ અને ડાયમંડનો મોટો વેપાર ધરાવતું હોવા છતાં સુરત એરપોર્ટને ઈન્ટરનેશનલ એરપોર્ટ તરીકે ન વિક્સાવવાથી એસએએસી દ્વારા ઝુંબેશ શરૂ કરીને સુરતને ઈન્ટરનેશનલ એરપોર્ટ મળે તેની તાજેતરમાં માગ કરાઈ છે.