ભરૂચઃ ભરૂચ તાલુકના દહેગામમાંથી ૫૦૦ કરતાં વધારે લોકો યુરોપ અને આફ્રિકના વિવિધ દેશોમાં રોજગારી માટે સ્થાયી થયા છે. દર બે કે ત્રણ વર્ષે તેઓ વતનમાં પરિવારને મળવા માટે આવતાં હોય છે. એનઆઈઆરની વસતી ધરાવતાં ગામમાં પાકા રસ્તાઓ સહિતની સુવિધાઓ જોવા મળી રહી છે. છેલ્લા સાત વર્ષથી ગ્રામ પંચાયત સમરસ બનતી આવે છે.
૨૫૦૦ માણસોની વસતી ધરાવતાં દહેગામમાંથી ૫૦૦ લોકો વિદેશોમાં રહે છે. ગામનો મુખ્ય વ્યવસાય ખેતી છે અને શાકભાજી તથા તુવેર સહિતના પાકોનું વાવેતર કરવામાં આવે છે. છેલ્લા સાત વર્ષથી ગ્રામ પંચાયત સમરસ બને છે. ગામના વિકાસમાં લોકો ખભેખભા મિલાવીને કામ કરી રહ્યાં છે. આઠ સભ્યો ધરાવતી પંચાયતમાં ૪ મહિલાઓ છે. ગામના દરેક પરિવારમાંથી લોકો વિદેશોમાં સ્થાયી થયાં છે અને ગામના વિકાસમાં તેમનો પણ સહયોગ મળી રહ્યો છે. દહેગામના આંતરિક રસ્તાઓ ડામર અને આરસીસીના બનાવી દેવામાં આવ્યાં છે. દહેજ રોડ પર વેલા ગામમાં આકર્ષક પ્રવેશદ્વાર પણ બનાવવામાં આવ્યો છે.
ગામના સરપંચ ઈલ્યાસ પટેલ કહે છે કે, પીવાનુ મીઠું પાણી મળી રહે તે માટે આયોજન કરાઈ રહ્યું છે. અમુક વિસ્તારોમાં ગટરની સમસ્યા હોવાથી તેને દૂર કરવાની કામગીરી ચાલીરહી છે. આગામી દિવસોમાં ગામલોકોને સુદર બગીચાની સુવિધા અપાશે.