સુરતઃ છેલ્લા ત્રણ દશકથી હીરાબજારમાં કામ કરતો અને ટોપ ટેનમાં આવતો હીરા દલાલ ખોટી ચિઠ્ઠીઓ ફાડીને રૂ. ૪૦ કરોડથી વધુનો માલ લઇને ફરાર થવાની ચર્ચા છે. મૂળ અમરેલી જિલ્લાના અને સુરતમાં કારોબાર ધરાવતા દલાલની બજારમાં એવી શાખ હતી કે તેણે આર્થિક વ્યવહારો માટે ૧૦થી ૧૫ આસિસ્ટન્ટ રાખ્યા હતા અને હીરાના વેપારીઓ વિશ્વાસથી માલ વેચવા આપતા. તેથી હીરાના મોટાં માથાઓની કરોડોની રકમ પણ સલવાઇ છે. તેવું હીરાબજારના સૂત્રો કહે છે. હીરાના વેપારીઓના જણાવ્યા પ્રમાણે આ દલાલે માલ વેચનારાઓને ખોટી ચિઠ્ઠીઓ આપીને છેતરપિંડી કરી હોઈ શકે છે.