સુરત: અમેરિકાની કંપનીએ ૩૦ સેકન્ડમાં બેક્ટેરિયાથી મુક્ત યાર્ન તૈયાર કર્યા બાદ તેનો વપરાશ કરીને કાપડ બનાવવા માટે સુરતના પાંડેસરા મોકલાવ્યું હતું. પાંડેસરામાં કાપડ તૈયાર થયા બાદ યાર્ન બેક્ટેરિયા મુક્ત હોવાનો રિપોર્ટ જે અમેરિકન લેબે અમેરિકાના યાર્નને આપ્યો હતો તેણે આ કાપડ માટે પણ આપ્યો હતો. અમેરિકાની કંપનીએ યાર્ન તૈયાર કર્યા બાદ તે યાર્નમાંથી કાપડ બનાવવામાં માટે ભારતની સેન્ચુરી એન્ફ્રાને મોકલાવ્યું હતું. તે કંપનીએ સુરતમાં પાંડેસરામાં જય જલારામ ઈન્ડસ્ટ્રીઝમાં આવેલી ચામુંડા ઇન્ડસ્ટ્રીઝને યાર્નમાંથી કાપડ બનાવવાની કામગીરી સોંપી હતી. કંપની દ્વારા યાર્નમાંથી કાપડ તૈયાર કરીને સેન્ચુરી એન્ફ્રાને મોકલવામાં આવ્યું હતું ત્યાંથી કાપડ અમેરિકાની લેબમાં મોકલીને યાર્ન બને ત્યાર પછી તૈયાર થયેલું કાપડ બેકટેરિયાથી મુક્ત હોવાનો રિપોર્ટ અપાયો હતો. કાપડ બનાવવામાં માટે જે યાર્નનો વપરાશ કરવામાં આવે તેની સાથે ૧૫ ટકા જ યાર્ન બેકટેરિયા મુક્ત વાપરવાનું રહેશે. બંને યાર્નના વપરાશ બાદ તૈયાર કરવામાં આવેલું સંપૂર્ણ કાપડ બેક્ટેરિયા મુક્ત થઈ જાય છે.