સુરત: ૪૦ હજાર કિલો લોખંડના ભંગારનો ઉપયોગ કરીને સુરત મહાનગર પાલિકા દ્વારા સિંહનું સ્કલ્પચર તૈયાર કરવામાં આવ્યું છે. હાથથી બનેલું ભારતનું સૌથી વજનદાર સ્કલ્પચર છે. સ્કલ્પચરને વરાછા શ્યામ ધામ ચોક પાસે મુકાયું છે. જેની લંબાઈ ૩૧ ફુટ અને પહોંળાઈ ૨૦ ફુટની છે. ૧૦૦ દિવસની મહેનત પછી સ્કલ્પચર તૈયાર થયું હતું. આર્ટિસ્ટે સુનિલ શ્રીધરે જણાવ્યું કે, જો વ્યવસ્થિત મેઈન્ટેન કરવામાં આવે તો ૨૦૦ વર્ષ સુધી આ સ્કલ્ચર ચાલશે. આવું જ સ્કલ્પચર એસવીએનઆઇટી સર્કલ પર પણ મુકાયું છે.