સુરતઃ નિવૃત્ત થવાની વયે વ્યક્તિ જીવનમાં કંઈક નવું કરવાની ઇચ્છા શક્તિ દર્શાવે છે ત્યારે સમાજમાં ઉદાહરણ સમાન બની જાય છે. સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજના અગ્રણી અને વરાછા કોઓ બેંકના ચેરમેન કાનજીભાઈ ભાલાળાએ ૫૯ વર્ષની નિવૃત્ત થવાની વયે શૈક્ષણિક ક્ષેત્રે એમએ ઇન પોલિટિકલ સાયન્સનો અભ્યાસ કરી દ્વિતીય ક્રમ હાંસલ કર્યો છે.
૫૯ વર્ષની વયે માણસ વૃદ્ધત્વ અંગે વિચારવાનું શરૂ કરી દેતો હોય છે, પરંતુ કાનજીભાઈ ભાલાળાને મળીને તો લાગે નહીં કે આ વ્યક્તિ ક્યારેય સિનિયર સિટીઝન નહીં બને. સુરત અને સૌરાષ્ટ્રમાં ક્રાંતિકારી આગેવાન ગણાતા અને હાલમાં વરાછા કોઓ બેંકના ચેરમેન કાનજીભાઈ ભાલાળાએ ૫૯ વર્ષની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાંથી એમએ ઇન પોલિટિકલ સાયન્સ બે વર્ષની ડિગ્રી સફળતાપૂર્વક હાંસલ
કરી છે.