અંકલેશ્વરઃ અંકલેશ્વરમાં પોતાની પીગી બેંકના રૂપિયા કોરોના વાઈરસ માટેની લડાઇ માટે સરકારી ફંડમાં જમા કરાવવાની જાહેરાત કરતો પાંચ વર્ષની બાળકી પેરિસ વ્યાસનો વીડિયો વાયરલ થયો છે. વીડિયોમાં બાળકીએ જણાવ્યું છે કે, મારું નામ પેરિસ વ્યાસ છે, મારી પીગી બેંકમાં જેટલા પણ રૂપિયા છે, તે બધા હું સરકારને આપી રહી છું, જેથી સરકાર ગરીબ લોકોની મદદ કરી શકે અને કોરોનાની સામે લડી શકે. તમે પણ મારી જેમ સરકારની મદદ કરો જય હિન્દ... બાળકીના પીગી બેંકમાં રૂ. ૧૧૨૦૦ છે. પેરિસનો વીડિયો દેશભરમાં વાયરલ બન્યો છે અને લોકો માટે પ્રેરણા સમાન બની રહ્યો છે.