સુરતઃ ભાજપના મહિલા ધારાસભ્ય સંગીતા પાટિલે જાહેરસભામાં ભાજપના કાર્યકરો સમક્ષ તાજેતરમાં ભારે બફાટ કર્યો છે. લિંબાયત વિધાનસભામાં ભાજપના પેજ પ્રમુખના કાર્ડ વિતરણ સમારોહમાં સંગીતા પાટિલે જણાવ્યું હતું કે, પેજ કમિટી બનાવનાર દરેક કાર્યકરને કાર્ડ આપવામાં આવ્યું છે. પોલીસ પકડે તો BJP પેજ પ્રમુખનું કાર્ડ બતાવજો, આ કાર્ડ તમે ક્યાંય પણ બતાવી શકો છો. પોલીસ પકડે તો કહેજો હું ભાજપની પેજ કમિટીનો પ્રમુખ છું. આ કહ્યા પછી પોલીસ ન સાંભળે તો મને ફોન કરજો. કોરોના કાળમાં સામાન્ય લોકો લગ્નમાં ૧૦૦થી વધુ મહેમાનોને બોલાવી શકતાં નથી, જોકે ભાજપને કોઈ કાયદો નડતો નથી, આ સભામાં લોકોની મોટી ભીડ ભેગી કરવામાં આવી હતી, સોશિયલ ડિસ્ટન્સના લીરા ઉડયા હતા, તેમ છતાં તંત્રે પગલાં ભરવાની હિંમત કરી નહોતી.