ડાયમંડ સીટી સુરતમાં પણ મુંબઈના અંધારી આલમના ડોન છોટા રાજન ઉર્ફ રાજન સદાશિવ ખીલજે દક્ષિણ ગુજરતના પણ બે હાઇપ્રોફાઇલના મર્ડર સહિત છ ગુનાઓમાં વોન્ટેડ છે. હાલમાં અંડરવર્લ્ડ ડોન છોટા રાજનને ઇન્ડોનેશિયાના બાલીમાં આવેલા એક રિસોર્ટમાંથી ત્યાંની પોલીસે ધરપકડ કરી છે. જોકે તેને ભારતમાં એક અઠવાડિયાના સમયમાં લાવવામાં આવશે ત્યાર પછી સુરત શહેર પોલીસ પણ બે હત્યાના ગુનામાં તેની ધરપકડ કરશે.