સુરતઃ કતારગામની મહિલા દર્દી સાથે ક્લિનિકમાં જ બળાત્કાર ગુજાર્યાના આક્ષેપોનો સામનો કરી રહેલા જાણીતા ગાયનેક પ્રફુલ્લ દોશી આઠમીએ પોલીસ સમક્ષ રજૂ થતાં પોલીસે નવમી સપ્ટેમ્બરે કોર્ટને બદલે તેમને મોડી સાંજે જજના બંગલે રજૂ કર્યાં હતા. પોલીસે માગેલા પાંચ દિવસના રિમાન્ડ સામે કોર્ટે તબીબના એક દિવસના રિમાન્ડ મંજૂર રાખ્યા હતા.
કતારગામની નિઃસંતાન પરિણીતા મી એન્ડ મમ્મી હોસ્પિટલના માલિક ડો. પ્રફુલ્લ દોશી પાસે સારવાર કરાવતી હતી. થોડા દિવસ પહેલાં ડો. દોશીએ તેને ચેમ્બરમાં બોલાવીને તેના પર દુષ્કર્મ આચર્યું હતું. પરિણીતા અને તેના પતિએ પોલીસ કમિશનર પાસે રજૂઆત કર્યા બાદ ગુનો નોંધાયો હતો. એ પછી પ્રફુલ્લ દોશી ફરાર થઈ ગયા હતા. ૮મી સપ્ટેમ્બરે તબીબ જાતે જ પોલીસ સમક્ષ હાજર થયા હતા. દરમિયાન પોલીસે પ્રફુલ્લ દોશીની કાર, મોબાઈલ અને ગુના સમયે પહેરેલાં કપડાં કબજે કર્યાં હતાં. એ પછી દોશીને મેડિકલ ટેસ્ટ માટે અઠવા પોલીસ નવી સિવિલ હોસ્પિટલ લઈ આવી હતી. તબીબનો પોટેન્સી ટેસ્ટ કરાતા તેનો રિપોર્ટ પોઝિટિવ
આવ્યો હતો.