કેવડિયા: રવિવાર મોડી સાંજે નિવૃત્ત ચિફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા રંજન ગોગોઇએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી હતી. તેમણે વિઝિટર્સ બુકમાં સંદેશો લખ્યો હતો કે, આ મારો જીવનનો આ સૌથી મહત્ત્વનો દિવસ છે. આ દિવસે મને પ્રેરણા મળી છે કે મેં નિવૃત્ત થયા બાદ પણ ઉત્તમ દેશસેવા કરું. સરદાર પટેલે પોતાના કાર્યથી ભારતને મહાન બનાવ્યું છે. તેઓ સાચા અર્થમાં એકતાના પ્રતીક છે. હું આશ્વથ છું કે દરેક યાત્રી આ મહાન જગ્યાથી મુલાકાત બાદ આ જ વિચારશે.