બારડોલીઃ સુરત જિલ્લાના કીમ ચાર રસ્તાથી માંડવી જતા રોડ ઉપર બોક્સ ડ્રેઇનની ફૂટપાથ ઉપર સૂતેલા ૨૦થી વધુ મજૂરો પર ૧૮મી જાન્યુઆરીએ હાઇવા ટ્રક ચડી જતાં એક બાળક સહિત ૧૩નાં સ્થળ પર મોત થયાં હતાં જ્યારે ૬થી વધુને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા. પોલીસમાં નોંધાયું છે કે, હાઈવા ટ્રક ને. હા. નં. ૪૮ કીમ ચાર રસ્તાથી માંડવી તરફ પૂર ઝડપે જતી હતી અને માંડવી તરફથી શેરડી ભરેલું ટ્રેક્ટર કીમ ચાર રસ્તા તરફ આવતું હતું. ટ્રેક્ટર સાથે ટ્રક ભટકાઈને બાજુમાં આવેલી આરસીસીની બોક્સ ડ્રેઇન પર ચડી ગઈ હતી.
રાત્રે પોલીસે સ્થાનિકોની મદદથી મૃતકોનાં મૃતદેહ પીએમ અર્થે દવાખાને લઈ જવાની તેમજ ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં પહોંચાડવાની કામગીરી શરૂ કરી હતી. અકસ્માત બાદ હાઇવા ટ્રક ચાલક ટ્રક મૂકી ભાગી ગયો હતો.