ફ્લોરિડાઃ વિસનગરના સેવાલિયા ગામના દિલીપભાઈ ભાઈચંદભાઈ પટેલ (ઉ. વ. ૪૩) પોતાના માતા-પિતા, પત્ની અને બે બાળકો સાથે ફ્લોરિડામાં સ્થાયી હતા. તેઓ ફ્લોરિડા શહેરમાં સ્ટોર ધરાવતા હતા. તાજેતરમાં રાત્રે તેમના સ્ટોરમાં અશ્વેત લૂંટારુઓ ધસી આવ્યા હતા. દિલીપભાઈએ તેમને મચક ન આપતાં લૂંટારુઓ ગુસ્સે ભરાયા અને ફાયરિંગ કરી નાસી ગયા હતા. ફાયરિંગમાં દિલીપભાઈ ગંભીર રીતે ઘવાતાં તેમને તાત્કાલિક ફ્લોરિડાની હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયા હતા. જોકે સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું. દિલીપભાઈના મૃત્યુથી મહેસાણા જિલ્લાના સેવાલિયા ગામમાં શોકનું મોજું ફરી વળ્યું છે.