બળાત્કારના કેસમાં આસારામના જામીન સુપ્રીમે નકાર્યા

Friday 12th August 2016 07:18 EDT
 
 

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે બળાત્કાર કેસમાં આસારામના વચગાળાના જામીન નકારી દેતાં તેને હજુ વધુ સમય જેલમાં રહેવું પડશે. કોર્ટે આસારામની તબિયત ચકાસવા માટે એક મેડિકલ બોર્ડની રચના કરવા એઇમ્સને કહ્યું છે. બોર્ડના રિપોર્ટના આધારે જ એ કોર્ટ નિયમિત જામીન અરજીને ધ્યાનમાં લેશે. જસ્ટિસ એમ બી લોકુર અને આર કે અગ્રવાલની બેન્ચે ૧૧મી ઓગસ્ટે જણાવ્યું હતું કે, અમે આસારામને રાહત આપવા માગતા નથી. ૭૫ વર્ષીય આસારામની તબિયતની ચકાસણી કરાવવા માટે ત્રણ ડોક્ટરોની એક પેનલ રચાશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter