બાકી લેણાં મામલે મિત્રે જ NRI વૃદ્વની હત્યા કરી

Wednesday 20th November 2024 05:56 EST
 
 

અમદાવાદઃ શહેરના બોપલમાં ગરોડિયા ગામ પાસે જમીન દલાલીના પૈસાની લેતી-દેતી અંગે એનઆરઆઇ જમીન દલાલ સાથે ઝઘડો કરી હત્યા કરનાર આરોપીને પોલીસે ઝડપી પાડયો છે.
થલતેજના પામ બીચમાં રહેતા દીપક પટેલ (65) નિવૃત્તિ બાદ જમીન દલાલીનું કામ કરતા હતા. અમેરિકાનું ગ્રીનકાર્ડ ધરાવતા દીપક પટેલ અમેરિકા આવતા-જતા હતા. દરમિયાન ગુરુવારે રાતે ઘરેથી ગાડી લઈને નીકળ્યા બાદ મોડી રાત સુધી ઘરે પરત ફર્યા ન હતા. બાદમાં ગરોડિયા ગામેથી છુંદાયેલા માથાવાળો મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસે મોબાઈલ લોકેશનના આધારે ઈન્દ્રજીત ઉર્ફે મુન્ના વાઘેલા (48)ની ધરપકડ કરી હતી. આરોપી ગરોડિયા ગામમાં રહેતો હતો અને જમીન દલાલીનું કામ કરતો હતો. મૃતક દીપકભાઈ તેના મિત્ર હતા. દીપકભાઈ પાસેથી જમીન દલાલીના રૂ. 61 લાખ લેવાના હતા પરંતુ તેઓ આપતા નહોતા. દીપકભાઈને બોલાવીને રૂપિયા માગતા ઝઘડો થયો ત્યારે ઈન્દ્રજીતે દીપકભાઈની હત્યા કરી હોવાનું કબૂલ્યું હતું.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter