કેવડીયા કોલોનીઃ સરદાર વલ્લભભાઈ પટેલની પુણ્યતિથિએ વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે સરદાર પટેલને પુષ્પાંજલિ અર્પણ કર્યા બાદ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે જણાવ્યું હતું કે, બાપુ અને સરદારસાહેબ વગર આધુનિક ભારતની કલ્પના જ ન કરી શકાય. તેમણે સંબોધનની શરૂઆતમાં કહ્યું કે, ગુજરાતના બધા ભાઇઓ- બહેનોને નમસ્કાર... કેમ છો? તમે બધા મજામાં છોને? રાષ્ટ્રપતિ ગુજરાતીમાં બોલતાં જ સૌએ તાળીઓના ગડગડાટ સાથે તેમનું અભિવાદન કર્યું હતું.
એ પછી રાષ્ટ્રપતિએ જણાવ્યું હતું કે, સરદાર વલ્લભભાઇ પટેલની પૂણ્યતિથિએ વિરાટ વ્યક્તિત્વ ધરાવતા સરદાર પટેલની વિરાટ પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીને પુષ્પાંજલિ અર્પિત કરવાનો મને મોકો મળ્યો માટે ધવ્યતા અનુભવું છું.
વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, અલગ અલગ રજવાડાઓના કારણે અનેક સમસ્યાઓ હતી. સરદાર
પટેલે ૫૬૨ જેટલા રજવાડાઓને ભેગા કરી એકતા અને અખંડ ભારતનું નિર્માણ તેમણે કર્યું હતું.