ટોરોન્ટોઃ સુપ્રસિદ્ધ આર્કિટેક્ટ પ્રોફેસર બાલક્રિશ્ન દોશીને આર્કિટેક્ચર ક્ષેત્રનું સર્વોચ્ચ સન્માન પ્રિટ્ઝકર પ્રાઇઝ જાહેર કરાયું છે. નોબેલ ઓફ આર્કિટેકચર ગણાતું આ પ્રાઈઝ ટોરોન્ટોમાં યોજાયેલા સમારંભમાં ૨૦મી મેએ એનાયત થયું હતું. તેમણે જણાવ્યું હતું કે ૯૦ વર્ષની ઉંમરે આનાથી વધુ શું આશા રખાય?
ઉલ્લેખનીય છે કે બાલક્રિશ્ન દોશી પૂણેમાં જન્મેલા અને અમદાવાદમાં રહે છે. તેમને આર્કિટેકચર ક્ષેત્રે ઘણાં સન્માન મળ્યાં છે. તેમણે વધુ જણાવ્યું હતું કે ભારતમાં આર્કિટેકચર માત્ર બિઝનેસ છે, પરંતુ પ્રથમવાર તેની ઓળખ થઇ છે અને તે સંસ્કૃત સમજ માટે મહત્ત્વની કળા છે અને તેના પ્રત્યે સન્માન થવું જરૂરી છે. પિટ્ઝકર પ્રાઇઝની શરૂઆત ૧૯૭૯થી થઇ હતી.