વડોદરાઃ ફેડરેશન ઓફ ગુજરાત ઇન્ડસ્ટ્રીઝ દ્વારા વિવિધ ક્ષેત્રમાં શ્રેષ્ઠતમ કામગીરી કરનાર કંપનીઓને શ્રેષ્ઠતા એવોર્ડ ૧૪મી એપ્રિલે કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ પ્રધાન મેનકા ગાંધીના હસ્તે અપાયા હતા. ૧૫મા એફજીઆઇ એક્સલન્સી એવોર્ડ કાર્યક્રમમાં મેનકા ગાંધીએ જણાવ્યું હતું કે, મહિલાઓ દેશની કરોડરજ્જુ સમાન છે. સમાજની મહિલાઓ પ્રત્યેના અભિગમ બદલવાથી શ્રેષ્ઠ નારી સશક્તિકરણ શક્ય બનશે. તેમણે જણાવ્યું કે, બાળકો અને મહિલાઓ સામે થતા ગંભીર પ્રકારના ગુનામાં મૃત્યુદંડની સજા કરવામાં આવે તો આવા ગુનામાં ચોક્કસ ઘટાડો આવી શકે છે. પોલીસમાં ૩૦ ટકા મહિલાઓને ભરતીની જોગવાઈને પગલે પોલીસ પાસે જતી મહિલાઓના આત્મવિશ્વાસમાં વધારો થયાનું ઉમેર્યું હતું.