બારડોલી: કબીર નગરમાં ભાડાના મકાનમાં રહેતા અને મુસ્લિમ ધર્મનું શિક્ષણ આપવા મદ્રેસા ચલાવતા મૌલવી સિરાજ મહંમદ રઇસ રાઈને શિક્ષણ લેવા આવતી ૧૨ વર્ષીય અને ૧૩ વર્ષીય એમ બે સગીરાને ‘તમારી ઉપર બૂરી નજરનો સાયો છે એના માટે વિધિ કરવી પડશે’ એવું કહી ગભરાવી હતી. બાદમાં બન્નેને વિધિ માટે દર રવિવારે મદ્રેસામાં બોલાવતો હતો અને સગીરાઓ સાથે ગંદી હરકતો કરતો હતો. આ મૌલવીની ધરપકડ કરાઈ છે.