FBIના ડિરેક્ટરનું રાજીનામુંઃ કાશ પટેલનો માર્ગ મોકળો

Monday 23rd December 2024 09:07 EST
 
 

વોશિંગ્ટન: એફબીઆઈ ડિરેક્ટર ક્રિસ્ટોફર રેએ જાન્યુઆરીથી લાગુ થાય તે રીતે રાજીનામું આપવાનો નિર્ણય જાહેર કર્યો છે. આ સાથે ડોનાલ્ડ ટ્રમ્પના ખાસ મનાતા ભારતવંશી અમેરિકન કાશ પટેલની નિમણૂંકનો માર્ગ મોકળો થયો છે. ટ્રમ્પે રેના પગલાને આવકાર્યું છે.
ક્રિસ્ટોફર રેએ એફબીઆઇના સાથીઓને જણાવ્યું હતું કે, ‘ઘણાં સપ્તાહના વિચાર પછી મેં જાન્યુઆરીમાં વર્તમાન સરકારનો કાર્યકાળ પૂરો થયા પછી હોદ્દો છોડવાનો નિર્ણય લીધો છે.’ પ્રેસિડેન્ટ તરીકે ચૂંટાયા પછી ટ્રમ્પે 30 નવેમ્બરે કાશ પટેલને આગામી એફબીઆઇ ડિરેક્ટર તરીકે પસંદ કર્યા હતા. આ સાથે રેનો 10 વર્ષનો કાર્યકાળ ઘટીને ત્રણ વર્ષ ઘટી ગયો છે. રસપ્રદ વાત એ છે કે, 2017માં ટ્રમ્પે જ પ્રથમ કાર્યકાળમાં રેની નિમણૂક કરી હતી. રેએ જણાવ્યું હતું કે, ‘મારો લક્ષ્યાંક મિશન પર ધ્યાન કેન્દ્રિત કરવાનો હતો. મારા મતે આપણે જે રીતે કામ કરીએ છીએ તેમાં મૂલ્યો અને સિદ્ધાંતોની જાળવણી બહુ મહત્વની છે.’ તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ‘આ કામ મારા માટે સરળ ન હતું. જોકે, હું મારા મિશનને ચાહું છું, હું અમેરિકાના લોકોને પણ પ્રેમ કરું છુ. જોકે, મારું ધ્યાન હંમેશા એફબીઆઇ માટે યોગ્ય પગલાં લેવાનું રહ્યું છે.’


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter