અમદાવાદઃ વડોદરાની ઇન્દુ વોલેન્ટરી બ્લડ બેન્ક અને સુરક્તમ્ બ્લડ બેન્કે પરીક્ષણ કર્યા વિના જ ૧૫ દર્દીને એચઆઇવી પોઝિટિવ, હિપેટાઇટીસ બી અને હિપેટાઇટીસ-સીના ચેપવાળું લોહી આપ્યું હોવાનું તાજેતરમાં બહાર આવ્યું હતું. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના વડોદરાના અધિકારી અને સેન્ટ્રલ ડ્રગ સ્ટાન્ડર્ડ કન્ટ્રોલ ઓર્ગેનાઇઝેશને ઓક્ટોબર, ૨૦૧૬માં સંયુક્તપણે ઇન્સ્પેકશન કર્યું હતું, જેના રિપોર્ટમાં દર્શાવાયું કે, ઇન્દુ વોલેન્ટરી બ્લડ બેન્કે સાત દર્દીને હિપેટાઇસીસ-સી અને ત્રણને એચઆઇવી પોઝિટિવના ચેપવાળું લોહી ચડાવ્યું હતું.