વડોદરાઃ અજયમાંથી સેક્સચેન્જ કરાવીને આકૃતિ બનેલી યુવતીએ પોતાની બાળપણથી લઈને અત્યાર સુધીની જીવનની સફરને ‘આકૃતિ’ નામની ડોક્યુમેન્ટ્રી દ્વારા રજૂ કરવાનો પ્રયાસ કર્યો છે. આ દસ્તાવેજી ફિલ્મનું હાલમાં જ શૂટિંગ પૂર્ણ થયું છે. ડોક્યુમેન્ટરી ફિલ્મ મેકર શર્વરી રાવલે આકૃતિ પર ફિલ્મ તૈયાર કરી છે. જેનું શૂટિંગ વડોદરાના વિવિધ વિસ્તારોમાં થયું છે. ૨૦ મિનિટની આ ડોક્યુમેન્ટરીમાં ટ્રાન્સ વુમન, ટ્રાન્સ જેન્ડર શું છે તેની માહિતી અપાઈ છે.
આકૃતિ કહે છે કે, મારા ઉપરથી ફિલ્મ બની તેથી હું ખુશ છું અને ફિલ્મમાં દર્શાવાયું છે એવી જ રીતે મારા માટે અનેક લગ્નના પ્રસ્તાવ છતાં હું મારા બોયફ્રેન્ડ સાથે જ લગ્ન કરવાનું પસંદ કરીશ.
ફિલ્મમાં દર્શાવાયું છે કે શારીરિક રીતે અનેક પરિવર્તન આવ્યા હોવાથી આકૃતિ પોતાનો સ્વભાવ બિલકુલ સ્ત્રી જેવો જ બદલવા માગે છે.
નોંધનીય છે કે, આગામી દિવસોમાં આકૃતિનો અવાજ સ્ત્રી જેવો કરવા માટે લેરિંગોપ્લાસ્ટી વોઈસ સર્જરી થવાની છે.