આણંદઃ બીજી મે, ૨૦૦૯ના રોજ આણંદના નગર સેવક અલ્પેશભાઈ નવીનચંદ્ર પટેલ સરદાર ગંજ ફાયરબ્રિગેડ પાસે મિત્રો સાથે બેઠા હતા ત્યારે અજાણ્યા માણસોએ અલ્પેશભાઈ પર આડેધડ ફાયરિંગ કરતાં તેમને માથામાં તેમજ શરીરે ગોળી વાગતાં અલ્પેશભાઈનું મોત નીપજ્યું હતું. આ સમગ્ર બનાવમાં પોલીસે માધુસિંહ સિસોદીયા, ભગવાનદાસ રામચંદ્ર, વિજુ સિંધી, કલ્પેશ ઉર્ફે કાછિયો, અરવિંદભાઈ પટેલ, રઘુભાઈ ભરવાડ, જયરાજ રાજ, સંજય દવે, ઓમપ્રકાશ પંજાબી, અનિલ ગગવાણી, ઈકબાલ લિયાકતઅલી સૈયદ, રિયાઝ ઉર્ફે અહેમદ ઉર્ફે છોટુની ધરપકડ કરી હતી. મુખ્ય સૂત્રધાર મુકેશ દોલતરામ હરજાણીની પંજાબના રાપડથ ધરપકડ કરી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. આ કેસ આણંદ ડિસ્ટ્રીક્ટ કોર્ટમાં ચાલ્યો હતો. નવમીએ અંતિમ સુનાવણી પુરાવાના અભાવે તમામને નિર્દોષ છોડી મૂકવાનો હુકમ હતો.