નવી દિલ્હી: ઇડીએ બિઝનેસમેન અને આઇપીએલના પૂર્વ ચેરમેન ચિરાયુ અમીન નિયંત્રિત કંપનીના ૧૦.૩૫ કરોડ રૂપિયના મ્યુચ્યુઅલ ફંડ જપ્ત કરી લીધા છે. કેન્દ્રીય એજન્સીએ પનામા પેપર્સ મામલે શનિવારે ફેમા એક્ટ હેઠળ આ કાર્યવાહી હાથ ધરી હતી. ઇડીએ કહ્યું કે તેણે વાઇટફીલ્ડ ફેમટેક પ્રાઇવેટ લિમિટેડના મ્યુચ્યુઅલફંડ જપ્ત કર્યા છે. આ કાર્યવાહી ફેમાની કલમ ૩૭એ હેઠળ કરાઈ છે. આ કંપની અમીન અને તેમના પરિવાર દ્વારા ચલાવાય છે. પનામા પેપર્સ મામલે અમીન અને તેમના પરિવારના સભ્યોના નામ પણ જાહેર થયા હતા. તપાસ દરમિયાન બહાર આવ્યું કે અમીન અને તેના પરિવારના સભ્યોએ પોતાની કંપની વાઇટલફિલ્ડ કેમટેક પ્રાઇવેટ લિમિટેડ ઇન્ડિયાના માધ્યમથી બ્રિટનના કેપડેન હિલમાં એક ૩બીએચકે એપાર્ટમેન્ટ ખરીદ્યો હતો. તેની કિંમત ૧.૬ મિલિયન અમેરીકે ડોલર જેટલી હતી.
વાઇટફિલ્ડ કંપનીના ડાયરેક્ટરે આ અંગે જણાવ્યું હતું કે ટેક્સનું રકમ બેન્કિંગ ચેનલ મારફતે સત્તાવાર રીતે ચૂકવી દેવાઈ છે. અમે સત્તાવાળાઓ સામે આ અંગે ફરિયાદ કરીશું. આ મુદ્દે ઉકેલ લાવવા માટે અમે સત્તાવાળાને સહકાર આપીશું.