આણંદમાં ભાજપ કાઉન્સિલરે મહિલા પર દુષ્કર્મ આચર્યું

Friday 22nd November 2024 05:47 EST
 
 

આણંદ: ટાઉનના વોર્ડ નંબર 6ના ભાજપના કાઉન્સિલરે એક પરિણીત મહિલા સાથે દુષ્કર્મ કરતાં આણંદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવા પામી છે. કાઉન્સિલરને રહીશોએ મેથીપાક પણ ચખાડયો હોવાનું કહેવાય છે. અહેવાલ મુજબ, વોર્ડ-6ના ભાજપના કાઉન્સિલર દિલીપ ગોરધનભાઇ પ્રજાપતિ પોતાના વોર્ડમાં જતો હતો ત્યારે પીડિતાનો મોબાઈલ નંબર લીધો હતો અને ત્યારબાદ વારંવાર મોબાઈલથી વાતો કરતો હતો. આ દરમિયાન છ મહિના અગાઉ તેણે પીડિતાના ઘરમાં જઈને બળજબરીથી દુષ્કર્મ ગુજારીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. દીપુ પ્રજાપતિ નામે જાણીતો આ કાઉન્સિલર ગયા શનિવારે મોડી રાત્રે પીડિતાના ઘરમાં ઘૂસ્યો હતો. પીડિતા બે બાળકો સાથે સુતી હતી તે સમયે દીપુએ એકલતાનો લાભ લઈને દુષ્કર્મ કર્યું હતું. તે વખતે જ મહિલાનો પતિ આવી ગયો હતો બૂમાબૂમ કરતાં આજુબાજુના રહીશો ભેગા થઈ ગયા હતા અને દીપુને મેથીપાક આપીને ઘરમાં પૂરી દીધો હતો. આ પછી દીપુએ મોબાઈલથી પોતાના આઠ જેટલા મિત્રોને સ્થળ ઉપર બોલાવતાં તેમણે ઘરના દરવાજા ખોલીને દીપુને છોડાવ્યો હતો.
આ અંગે પીડિતાના પરિવાર દ્વારા આણંદ ટાઉન પોલીસ સ્ટેશનમાં કાઉન્સીલર દીપુ પ્રજાપતિ સામે ફરિયાદ નોંધાવી હતી. આ હોબાળા બાદ ભાજપે દિલીપ પ્રજાપતિને પક્ષમાંથી સસ્પેન્ડ કર્યો છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter