જેમાં દેશવિદેશ સહિત રાજ્યના ઉદ્યોગકારો રાજ્યના અનેક જિલ્લાઓમાં મૂડીરોકાણ કરવા પ્રેરાય તે માટે આણંદ જિલ્લામા ૩૦ ઉદ્યોગકારોએ રૂ. ૬૦૦ કરોડનું મૂડીરોકાણ કરવા અને ૩ હજાર રોજગારીની તકો ઊભી કરવા ગત સપ્તાહે વિટ્ઠલઉદ્યોગનગર ખાતે કલેકટરની અધ્યક્ષતામાં યોજાયેલ કાર્યક્રમમાં બાંહેધરી આપી હતી. કલેકટર રાકેશ શંકરના અધ્યક્ષસ્થાને વાઇબ્રન્ટ સમિટના રોડ શોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.