પાદરાઃ એકલબારા દરગાહ ટ્રસ્ટ દ્વારા કરજણના પીંગલવાડા ગામે નવનિર્મિત ગૌશાળાનું છઠ્ઠીએ મોરારિબાપુના હસ્તે ઉદ્ઘાટન થયું હતું. આ પ્રસંગે મોરારિબાપુએ સંબોધન કરતાં જણાવ્યું હતું કે, મૌલાનાએ જે કુરાન શરીફની આયાતો પઢી અને ત્યારબાદ આદિવાસી સમાજના ભાઈઓએ જે ભજન પીરસ્યું એ જોઈ હું ખૂબ આનંદિત થયો જે ભજનમાં રાગ ભૈરવી હતો. એટલે જ ભજન અને બંદગી જો આ દેશના સૂરમાં હોય તો બેડો પાર થઈ જાય.
વધુમાં તેઓએ જણાવ્યું હતું કે કદીર પીરજાદા જે ગૌશાળાનું સેવાકીય કાર્ય શરૂ કર્યું છે, હાલ તે ભલે નાના પાયા પર હોય પણ કદીર પીરજાદાના આ સેવાકીય સંકલ્પને અલ્લાહ તાલા સફળતા અર્પે તેવી આપણા સૌની દુઆ છે. સાહિત્યકાર ડો. ગુણવંત શાહે જણાવ્યું કે, પાકિસ્તાનમાં દરગાહો ઉપર બોમ્બમારો થાય છે, જ્યારે ભારતમાં એક દરગાહ છે જ્યાં ગૌશાળાનું ઉદ્ઘાટન મોરારિબાપુ કરે છે. આ દેશમાં હિંદુ-મુસ્લિમ એકતાનું કાર્ય કરવું હોય તો દસ અહેમદ પટેલની જરૂર છે
રાજ્ય સભાના સાંસદ એહમદ પટેલે રૂ. દસ લાખનું દાનથી સરાહનીય કાર્ય કર્યું છે.