વડોદરા: પાદરા તાલુકાના ચાણસદ ગામના વતની અને જર્મનામાં વસતા સવિતાબહેને અમદાવાદ-મુંબઈ વચ્ચે બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે પોતાની જમીન અર્પણ કરી હોવાના અહેવાલ છે. સવિતાબહેન પાસે ચાણસદમાં ૭૧ એકર પૈતૃક જમીન હતી. આ પૈકી ૧૧.૯૪ એકર જમીન બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે આપી છે. રાજ્યમાં પ્રથમ વખત આ પ્રોજેક્ટ માટે કોઈએ જમીન દાન કરી છે. ઉલ્લેખનીય છે કે, આ પ્રોજેક્ટમાં કપાત જમીન માટે કેટલાક ખેડૂતોએ આંદોલનના કાર્યક્રમ દ્વારા વિરોધ પણ કર્યો છે. જોકે સવિતાબહેન પટેલે અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે જમીન અર્પણ કરી દીધી હતી. ૩૩ વર્ષ પહેલાં સવિતાબહેન લગ્ન કરીને જર્મની સેટ
થયા હતા. જર્મનીમાં સવિતાબહેન પટેલ ભારતીય રેસ્ટોરાં ચલાવે છે.