કાર અક્સ્માતઃ એક જ પરિવારનાં પાંચ સભ્યોનાં મોત

Monday 17th August 2020 15:21 EDT
 

નડિયાદઃ ડભાણ પાસે રવિવારે મોડી સાંજે બે કાર વચ્ચે અકસ્માત થતાં એક કારમાં સવાર એક જ પરિવારનાં બે મહિલા, બે બાળક સહિત કુલ પાંચનાં મોત થયાં હતા તથા પાંચ જણને ગંભીર ઈજા થઈ  હતી. અમદાવાદના જમાલપુરમાં રહેતા અને સિંગચણાનો વ્યવસાય કરતાં યાકુબ શેખ, તેમનાં પત્ની કૌસરબીબી, તેમનાં દીકરી સીમાબહેન, સીમાબહેનની પુત્રી ઝીયા તેમજ તેમના સંબંધીની પુત્રી ઈનાયા સ્થળે જ મૃત્યુ પામ્યા હતાં. મૃતકો જે કારમાં સવાર હતા તે તે કારને પાછળથી અન્ય કારે ટક્કર મારી હતી. પરિવાર વડોદરાથી અમદાવાદ આવતો હતો એ સમયે ઘટના સર્જાઈ હતી. અકસ્માતગ્રસ્ત ફોર્ચ્યુનર કારનો ચાલક સાણંદનો પ્રમુખ પટેલ હતો. અકસ્માત સર્જાયો ત્યારે કારની સ્પીડ અંદાજે ૧૦૦ કિમી પ્રતિ કલાકની આસપાસ હોવાનું જણાયું હતું. ચાલકને સિવિલ હોસ્પિટલ લવાયો ત્યારે તે નશાની હાલતમાં હોવાનું જાણવા મળ્યું હતું.




to the free, weekly Gujarat Samachar email newsletter