વડોદરાઃ ૧૯૯૪માં ઈન્કમટેક્સ વિભાગમાં એડિશનલ ડાયરેક્ટર ઈન્વેસ્ટિગેશન પદે રહી ચૂકેલા કેશવ સક્સેનાએ દિલ્હીમાં આપઘાત કર્યો હતો. દિલ્હીના ચાણક્યપુરીમાં નિવાસસ્થાને તેમના દીકરાના સ્ટડી રૂમમાં પંખા પર ચાદરનો ગાળિયો નાંખીને કેશવ સક્સેનાએ આપઘાત કર્યો હોવાનું જાણવા મળ્યું છે. ૫૭ વર્ષીય કેશવ સક્સેનાનાં પત્ની રતન સક્સેનાની ફરિયાદને પગલે પોલીસે તપાસ કરતાં કેશવના રૂમની તપાસ કરવામાં આવતાં સ્યુસાઈડ નોટ મળી આવી હતી. અંગ્રેજી ભાષામાં લખેલી બે પેજની નોટમાં તેઓને પરેશાન કરનારા ત્રણ સહકર્મચારીનો ઉલ્લેખ કરાયો છે. આ ત્રણેય વિરુદ્ધ આત્મહત્યાની દુષ્પ્રેરણાનો ગુનો નોંધી પોલીસે તપાસ કરવાનું જણાવ્યું હતું.