ઉમરેઠ: રાજ્યસભાની ચૂંટણીમાં ભાજપને મદદ કરનાર એનસીપી સાથે કોંગ્રેસે છેડો ફાડતાં ઉમરેઠ બેઠક માટે કમઠાણ ચાલે છે. એનસીપીએ કોંગ્રેસ પાસે વધારે બેઠકો માગતા આ સ્થિતિ થઈ. એનસીપી અને કોંગ્રેસને ગઠબંધન થશે કે નહીં? એના અંદાજ વચ્ચે એનસીપી અને કોંગ્રેસનું ગઠબંધન તૂટતાં કોંગ્રેસ ઉમરેઠ સીટ પરથી હાલના જિલ્લા પંચાયત પ્રમુખ કપિલાબહેન ચાવડાને કોંગ્રેસે ટિકિટ આપી છે. આ જોતાં કોને ફાયદો થશે કે નુકસાન તે અંગે મતદાતાઓ ગણિત ગણી રહ્યા છે. કોંગ્રેસ દ્વારા મહિલા ક્ષત્રિય ઉમેદવારને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે તો ભાજપ તરફથી પણ ક્ષત્રિય દરબાર ગોવિંદ પરમારને ઉતારાયા છે જેને લઈ ક્ષત્રિય ઉમેદવારોના મતોનું વિભાજન થશે તેમ માનવામાં આવી રહ્યું છે તો બીજી બાજુ એનસીપીમાંથી બોસ્કીએ ફોર્મ ભર્યું છે.