કોરોના મહામારીમાં ધાર્મિક સંપ્રદાયો પણ વેક્સિનેશન પ્રોગ્રામ સહિત કોવિડ ગાઇડ લાઇનની જનજાગૃતિમાં જોડાઇ અગત્યનો ભાગ ભજવી રહ્યા છે. ગયા સપ્તાહે મુખ્યમંત્રી એ વડોદરાના વૈષ્ણવાચાર્ય વ્રજરાજકુમાર મહોદયશ્રી સહિત ૧૦ ધર્મગુરૂઓ સાથે ઓનલાઇન બેઠક કરી હતી. જેમાં VYO (વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન્સ) તરફથી વ્રજરાજકુમાર મહોદયશ્રીએ ૨૫૦ બેડનું કોવિડ કેર સેન્ટર અને ૨૫૦ ઓક્સીબેંક નિ:શુલ્ક આપવાનું જણાવ્યું. વૈષ્ણવાચાર્ય વ્રજરાજકુમાર મહોદયે જણાવ્યું કે, વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન્સ અને વ્રજધામ આધ્યાત્મિક સંકુલ દ્વારા તેમજ VYO સાથે સંલગ્ન અન્ય પ્રાઇવેટ ગેસ્ટ હાઉસના કોલોબ્રેશનના માધ્યમથી ૨૫૦ બેડ કોવિડ કેર સેન્ટર માટે આપવામાં આવશે. VYO ના માધ્યમ દ્વારા ૨૫૦ ઓક્સીજન મશીન અને ૨૫ વેન્ટીલેટર વડોદરાની નરહરિ હોસ્પિટલ અને જરૂરિયાત ધરાવતી હોસ્પિટલોને પ્રદાન કરાશે.