વડોદરાઃ કેમરોક ઇન્ડસ્ટ્રીઝના કલ્પેશ પટેલની અલ્હાબાદ બેંકના રૂ. ૪૪૩ કરોડના લોન કૌભાંડમાં ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કર્યા બાદ ૨૩મીએ તેના નટુભાઈ સર્કલ એટલાન્ટિક સ્થિત ઘરે વીડિયોગ્રાફી સાથે સર્ચ હાથ ધરતાં મહત્ત્વના દસ્તાવેજ હાથ લાગ્યા ન હતાં. આ ઘટનામાં પાસપોર્ટ પણ સગેવગે થયાનું નોંધાયું છે. રૂ. ૪.૪૩ કરોડની છેતરપિંડીના કેસમાં બિનીતા કલ્પેશ પટેલ સામે ક્રાઇમ બ્રાન્ચે લુકઆઉટ નોટિસની પ્રક્રિયા હાથ ધરી છે. ચહેરો બદલી નાખનાર કલ્પેશ એકથી વધુ પાસપોર્ટ ધરાવતો હોવાની પોલીસને શંકા હોવાથી તેના પાસપોર્ટની પોલીસે શોધખોળ કરી છે. પોલીસે જણાવ્યું કે, કલ્પેશ અને તેની પત્ની બિનીતાનો પાસપોર્ટ સગેવગે કરી દીધો હોવાનું પોલીસને ધ્યાનમાં આવ્યું છે.