ખેડાઃ જિલ્લામાં ગણેશ વિસર્જન ટાણે જુદા જુદા ત્રણ સ્થળોએ મામલો બિચક્યો હતો. જે પૈકી મહેમદાવાદ અને પલાણામાં કોમી છમકલા થયા હતા. જ્યારે વડતાલમાં એક જ કોમના માણસો વચ્ચે અંદરોઅંદર ઝઘડો થતા તેના પ્રત્યાઘાતરૂપે ગામના બજારો ટપોટપ બંધ થઇ ગયા હતા. મહેમદાવાદમાં તાજેતરમાં સર્જાયેલા લવજેહાદના પડઘા રવિવારે વિસર્જન ટાણે પડ્યા હોય તેવો માહોલ સર્જાયો હતો.
ઘટનાના પગલે રવિવારે નગરમાં શોભાયાત્રા દરમિયાન મામલો બિચક્યો હતો. જોકે, માંડ મામલો થાળે પાડવામાં આવ્યો હતો. જ્યારે પલાણામાં પણ વિસર્જન યાત્રા દરમિયાન હિન્દુ અને મુસ્લિમ વચ્ચે થયેલ બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. જોકે, વાત વધુ વણસે તે પહેલાં માંડ સમાધાન થયું હતું. જ્યારે વડતાલમાં વિસર્જન પ્રસંગે એક જ કોમના બે જૂથ વચ્ચે ઝઘડો થયો હતો. જેને લઇ વાતાવરણ તંગ થયું હતું.
બીજી બાજુ નગરમાં પોલીસ પણ નહોતી. તેથી લોકોમાં ફફડાટ ફેલાતા બજારો બંધ થઇ ગયા હતા