ખેડાઃ ઉપરવાસમાં થયેલા ભારે વરસાદને કારણે ધરોઇ ડેમમાંથી સાબરમતી નદીમાં પાણી છોડવામાં આવતા ખેડૂત તાલુકાના ખેડા તાલુકાના કોલોલી, ગોકુળપુરા, પથાપુરામાં રઢુ, રસિકપુરા અને ધરોડાના ખેતરોમાં દોઢથી ફૂટ જેટલા પાણી ભરાયા છે. આ પાણી ભરાતા અંદાજે બે હજાર ઉપરાંત વિઘામાં ડાંગરનો પાક નિષ્ફળ ગયો હોવાની ભિતી સેવાઇ રહી છે. સાથે સાથે આ વિસ્તારમાં આવેલા પરાના ઘરોના બે અઢી ફૂટ જેટલુ પાણી ધૂસી ગયું છે.
ખેડા તાલુકાના નાનીમોટી કલોલી પથાપુરા રસિકપુરા નજીકથી પસાર થતી સાબરમતી નદીના નીરથી ગામના સીમાડાઓ બેટમાં ફેરવાયા છે. ખેડા તાલુકાના કલોલી, ગોકુળપુરા, પથાપુરામાં રઢુ, રસિકપુરા અને ધરોડોમાં અંદાજિત ૨ હજાર વિઘા જેટલી જમીનમાં આ પાણી ફરી વળતાં સ્થાનિક વહીવટી તંત્ર દોડતું થઇ ગયું છે. ખેતરમાં પણ પાણી ફરી વળ્યા છે. જેથી જાણે દરિયા જેવો માહોલ સર્જાયો છે. આ પાણી ફરી વળ્યા હોવાને કારણે ખેડૂતોની સ્થિતિ ભારે કફોળી બની ગઇ છે.